← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હજી ચાલે છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ડૉક્ટરે સ્ટેથોસ્કોપ કાઢીને
કહ્યું:
‘બધું બરાબર છે.
ધબકારા નિયમિત છે.’

હું હસ્યો.

એને ક્યાં ખબર છે —
આ ધબકારા તો
ટેવવશ ચાલે છે,
જેમ બંધ પડેલા કારખાનાનું
સાયરન
હજી રોજ સવારે આઠ વાગ્યે
વાગે છે,
ને કોઈ આવતું નથી.

હૃદય ચાલે છે, સાહેબ;
એમાં રહેનારું
ક્યારનું
ઘર ખાલી કરીને ગયું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખના કહી શક્યાઆગલો લેખ →સંપત્તિ-જાહેરાત