હાશ
સંબંધ તૂટ્યો
ત્યારે બધાએ કહ્યું:
‘તને બહુ દુઃખ થયું હશે.’
હા, થયું.
પણ પહેલી રાતે
જ્યારે ફોન
એકેય વાર ન રણક્યો,
કોઈ મેસેજ ન આવ્યો,
કોઈ સવાલ ન પુછાયો
કે ‘ક્યાં હતો? કોની સાથે?’
ત્યારે
વર્ષો પછી
મેં બારીમાંથી
આખું આકાશ જોયું.
ખાલી હતું.
સાવ ખાલી.
ને મને
એ ખાલીપામાં
પહેલી વાર
મારો પોતાનો
એક તારો દેખાયો.
– પરાગ રતનપરા