← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હાર્યા પછી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જીતનો સાચો નશો આવ્યો મને હાર્યા પછી,
દર્દ પણ મીઠું થયું, એ દર્દ સ્વીકાર્યા પછી.

પાળ બાંધો, બંધ બાંધો, એ જ એનું પૂર છે,
ક્યાં નદી પાછી વળી છે કોઈએ વાર્યા પછી?

સાવ સાદી ઝૂંપડીમાં ચાંદની ઝૂકી પડી,
દીવડો મેં રાતના વ્હેલો જરા ઠાર્યા પછી.

ઓરડો ખાલી થયો ને સાસરે ગઈ દીકરી,
મા રડે છે ઢીંગલીને રોજ શણગાર્યા પછી.

આ ‘પરાગે’ જે લખી, એ સૌ ગઝલ ઊગી સ્વયં,
એક પણ આવી નથી, દિલથી કશું ધાર્યા પછી.

– પરાગ રતનપરા

#ગઝલ #હાર #સ્વીકાર #દીકરીવિદાય #સર્જન #પરાગરતનપરા
#GujaratiGhazal #SurrenderAndVictory #Acceptance #DaughtersFarewell #CreativeGrace #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસૈયર, આ કેવો નાતોઆગલો લેખ →પંડમાં પરમ