ગુપ્ત
મેં
બધું કહી દીધું —
ફેસબુક પર,
ઇન્સ્ટાગ્રામ પર,
સ્ટેટસમાં,
સ્ટોરીમાં.
શું ખાધું,
ક્યાં ગયો,
કોને મળ્યો,
કેટલું રડ્યો.
દુનિયા જાણે છે
મારી સવારથી
મારી રાત સુધી.
ફક્ત એક વાત
મેં ક્યાંય નથી લખી —
કે આટલું બધું
કહ્યા પછી પણ
મને
કોઈએ
સાંભળ્યો નથી.
– પરાગ રતનપરા