← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગુજરાતી તો એ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગુજરાતી તો એ, જે ઢોકળાં ખાય ને દુનિયા ખૂંદી આવે,
ગુજરાતી તો એ, જે નફો ગણે ને નરસિંહ પણ ગાવે.

ન્યૂયોર્કમાં મોટેલ ચલાવે, લંડનમાં દુકાન,
પણ દિવાળીએ ફોન કરીને પૂછે: ‘બા, કેમ છે ગામ?’
ડૉલર ગણતાં ગણતાં ય એ ગરબો ગાતો જાવે…
ગુજરાતી તો એ…

ભાવ પૂછે સો વાર, ને પછી દાન કરે દિલ ખોલી,
ઝઘડે નાની વાતે, ને ભેટે મીઠું બોલી;
‘કેમ છો?’માં આખું ઘર ને આખું ગામ સમાવે…
ગુજરાતી તો એ…

પરાગ કહે: જે ગાંધી, સરદાર ને મેઘાણી વાંચે,
ને પોતાની ભાષા બોલતાં જરી ય ના શરમાવે;
એ જ સાચો ગુજરાતી, જે ગુજરાત ઘરે ઘરે લાવે…
ગુજરાતી તો એ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખલાફિંગ ક્લબનું સમૂહગાનઆગલો લેખ →ગામથી