← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગૃહિણીની રજા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રવિવારે
ઘરમાં સૌને રજા હોય છે.

પપ્પાને ઑફિસથી,
દીકરાને સ્કૂલથી,
દાદાજીને ચાલવા જવાથી,
ને ટીવીને
આખા અઠવાડિયાના
થાકથી.

બસ,
રસોડાને રજા નથી હોતી.

રસોડામાં
એક સ્ત્રી છે
જે સવારે ચા સાથે ઊકળે છે,
બપોરે દાળ સાથે ઊભરાય છે,
ને રાતે
વાસણ સાથે
ચૂપચાપ ઘસાઈ જાય છે.

એક દિવસ મેં પૂછ્યું:
‘મમ્મી, તારે ક્યારે રજા?’

એણે હસીને
લોટવાળો હાથ
મારા માથે ફેરવ્યો,
ને કહ્યું:
‘તું જમીને ઊભો થાય,
એ જ મારી રજા.’

ત્યારથી
હું ધીમે જમું છું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકેવો સુંદર છે ભગવાનઆગલો લેખ →વિસામો