← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગોકળગાય
પોતાનું ઘર
પીઠ પર લઈને ફરે છે.

એટલે જ
એ ક્યારેય
ઘરથી દૂર નથી હોતી.

આપણે
ઘર ખરીદ્યું,
ઘર સજાવ્યું,
ઘરના હપ્તા ભર્યા,
ઘરની તકતી પર નામ લખાવ્યું —

ને છતાં
રોજ સાંજે
ઑફિસથી પાછા ફરતાં
લાગે છે
કે ઘર
હજી ઘણું દૂર છે.

કદાચ
ઘર
દીવાલોમાં નહીં,
પોતાની ચામડીમાં
વસવાનું હોય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઝાંખો થયોઆગલો લેખ →એવું બને