ઘર
ગોકળગાય
પોતાનું ઘર
પીઠ પર લઈને ફરે છે.
એટલે જ
એ ક્યારેય
ઘરથી દૂર નથી હોતી.
આપણે
ઘર ખરીદ્યું,
ઘર સજાવ્યું,
ઘરના હપ્તા ભર્યા,
ઘરની તકતી પર નામ લખાવ્યું —
ને છતાં
રોજ સાંજે
ઑફિસથી પાછા ફરતાં
લાગે છે
કે ઘર
હજી ઘણું દૂર છે.
કદાચ
ઘર
દીવાલોમાં નહીં,
પોતાની ચામડીમાં
વસવાનું હોય છે.
– પરાગ રતનપરા