ઘડીમાં
ઢળી એક આખી કહાની ઘડીમાં,
રહી ના, વહી ગઈ જવાની ઘડીમાં.
જુઓ, આયનામાં હતો એક બાળક,
થયો વૃદ્ધ, એ શી રવાની ઘડીમાં!
અદાલત ચલાવે ભલે સો વરસ, પણ
થશે ન્યાય એની જુબાની ઘડીમાં.
નજર એક મળતાં જ ભૂલી બધું એ,
બની એ ય મીરાં, દિવાની ઘડીમાં.
પરાગે ગણી ના ઉમર વર્ષમાં, બસ
હતી એક મ્હેકી સુહાની ઘડીમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #સમય #ક્ષણ #જીવન #યુવાની #પરાગરતનપરા
#GujaratiGhazal #Time #OneMoment #FleetingLife #Youth #ParagRatanpara