ગયું તો ગયું
કિનારે હતું ઘર, ગયું તો ગયું,
નદીમાં જ ખેતર ગયું તો ગયું.
વડીલો ગયા, વડ ગયો, વાવ પણ,
હતું ગામ-પાદર, ગયું તો ગયું.
હતું પ્રાણ-પંખી, ઉડી એ ગયું,
હવે આ ય પિંજર ગયું તો ગયું.
અહંનો હતો એક ઊંચો મિનાર,
પછી એ ય અંબર ગયું તો ગયું.
પરાગે ઉડાડી બધી મ્હેક, ને
હતું એ જ સરવર, ગયું તો ગયું.
– પરાગ રતનપરા
#ગઝલ #સ્વીકાર #વૈરાગ્ય #પૂર #નશ્વરતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Acceptance #LettingGo #Impermanence #Detachment #ParagRatanpara