ગરબે રમે
આજ નવલી રાત, ઝગમગ યામિની ગરબે રમે,
આભમાંથી ઊતરીને દામિની ગરબે રમે.
તાલમાં તાળી પડે, ને ઝાંઝરી રણકાર દે,
ગામની ઘેલી બની સૌ કામિની ગરબે રમે.
માંડવીમાં દીવડાનાં તેજ ઝળહળ થઈ ગયાં,
ઘૂંઘટે ઢાંકેલ મુખડે માનિની ગરબે રમે.
ઘરધણી લઈ ફોન સેલ્ફી ખેંચવામાં વ્યસ્ત છે,
રીસમાં ત્યાં એકલી એ ભામિની ગરબે રમે.
આ પરાગે મ્હેક બાંધી ચૂંદડીના છેડલે,
ને જગતની માત, આદ્યા સ્વામિની ગરબે રમે.
– પરાગ રતનપરા
#ગઝલ #નવરાત્રિ #ગરબો #માતાજી #ઉત્સવ #પરાગરતનપરા
#GujaratiGhazal #Navratri #Garba #DivineMother #FestivalNights #ParagRatanpara