ગણિતમાં
દઉં પ્રેમ જ્યાં, ત્યાં વધારો ગણિતમાં,
ઋણો મા તણાં, છે ઉધારો ગણિતમાં.
અમે પૂછતાં, એ શરમમાં ઢળી, ને
છુપાયો હતો ‘હા’, નકારો ગણિતમાં.
હતો શૂન્ય હું, તું બની એકડો, ને
થયો દસ ગણો, એ સહારો ગણિતમાં.
ઘણાં સૂત્ર ગોખ્યાં, ઘણી રીત શીખ્યો,
ન આવ્યો સમજ એ ઇશારો ગણિતમાં.
‘પરાગે’ ગણી રેત, મોજાં, સિતારા,
હજી દૂર છે એ કિનારો ગણિતમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #લાગણી #ગણિત #મા #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveAndMaths #Emotions #MothersDebt #Romance #ParagRatanpara