ગઝલનો વર્ગ
ગઝલ શીખવાનો વર્ગ.
સાહેબે બોર્ડ પર લખ્યું:
રદીફ, કાફિયા,
મત્લા, મક્તા,
તખલ્લુસ.
અમે બધું ગોખ્યું,
ગણ્યું,
ઘૂંટ્યું,
ને ત્રણ મહિને
સૌની ગઝલ
પરીક્ષામાં પાસ થઈ.
છેલ્લી બેન્ચે
એક છોકરી બેસતી.
એણે કશું ગોખ્યું નહીં,
પરીક્ષા ય ન આપી —
બસ
બારીમાંથી
વરસાદ જોયા કરતી.
છેલ્લે દિવસે
એ ઊભી થઈ
ને બોલી:
‘સાહેબ,
ભીંજાવું
એ જ ગઝલ નથી?’
સાહેબે
ચોક નીચે મૂકી દીધો,
ને બારી પાસે જઈ
ઊભા રહ્યા.
– પરાગ રતનપરા