← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફુગ્ગાવાળો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એ રખડુ છે.
ગામથી ગામ,
મેળાથી મેળો,
સિગ્નલથી સિગ્નલ.

એના હાથમાં
પચાસ ફુગ્ગા છે —
લાલ, પીળા, લીલા,
જાણે આખું આકાશ
એણે દોરીએ બાંધી રાખ્યું હોય.

બાળકો
ફુગ્ગા જુએ છે;
હું
એને જોઉં છું.

એના ખિસ્સામાં
ઘર નથી,
એના પગમાં
સરનામું નથી.

સાંજ પડે
એક ફુગ્ગો
દોરી છોડીને
ઊડી જાય છે.

એ
ઊંચું જોઈને
હસે છે,
જાણે
પોતાનો જ કોઈ અંશ
છુટ્ટો થઈ
ઘેર ગયો હોય.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકાગળની નાવઆગલો લેખ →વડના છાંયડે