← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફુગ્ગાવાળો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફુગ્ગાવાળો
રોજ સાંજે ગલીમાં આવે છે,
રંગબેરંગી ફુગ્ગા લઈને.

બાળકો દોડે છે,
પૈસા આપે છે,
ને થોડું આકાશ
દોરીએ બાંધી
ઘરે લઈ જાય છે.

ફુગ્ગાવાળાનો દીકરો
ક્યારેય ફુગ્ગો રાખતો નથી.
એ જાણે છે —
એક ફુગ્ગો ફૂટે
એટલે
આજે એક ટંક ચૂલો નહીં.

રાતે
બાપ-દીકરો ફૂટપાથ પર સૂએ છે,
ઉપર
વેચાયા વિનાનું
આખું આકાશ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમાણી લેઆગલો લેખ →ઝાકળનું ટીપું