ફૂલો
પહેલી વાર તું આવી
ત્યારે ગુલાબ લાવી હતી.
મેં ફૂલદાનીમાં મૂક્યાં,
રોજ પાણી બદલ્યું.
છેલ્લી વાર તું આવી
ત્યારે પણ ફૂલ લાવી હતી —
સફેદ,
મારા ફોટા માટે.
વચ્ચેનાં વરસોમાં
આપણે
ફૂલ જેવું કશું
ક્યારેય
ન આપ્યું એકબીજાને.
હવે
તારી ફૂલદાનીનું પાણી
કોણ બદલે છે,
એ પૂછવાનો
મને હક નથી.
– પરાગ રતનપરા