← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફીલિંગ બ્લેસ્ડ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારા ફોનમાં
પાંચ હજાર મિત્રો છે.

આજે સવારે
ડૉક્ટરે રિપોર્ટ હાથમાં મૂક્યો,
ને ચશ્માં ઉતારીને
ધીમેથી કહ્યું:
‘ઘરના કોઈને સાથે લાવજો.’

હું બહાર આવ્યો,
બાંકડે બેઠો,
ને ફોન ખોલ્યો.

ઉપરથી નીચે,
નીચેથી ઉપર,
‘એ’થી ‘જ્ઞ’ સુધી
નામો સરતાં રહ્યાં.

કોને કહું?
કોણ આવશે?
કોણ ખાલી ‘ઓહ’ લખીને
આગળ સ્ક્રોલ કરી જશે?

છેવટે
મેં એક સ્ટેટસ મૂક્યું:
‘ફીલિંગ બ્લેસ્ડ.’

સાંજ સુધીમાં
એકસો બાર લાઇક આવી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખડુંગળી રાણીઆગલો લેખ →હસ્તિનાપુર