← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફૌજીની પત્ની

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એ રોજ સાંજે
ટીવીના સમાચાર
અવાજ બંધ કરીને જુએ છે.

સરહદ પર ગોળીબાર —
એ ચૅનલ બદલી નાખે છે.
ફરી બદલે છે.
ફરી પાછી
એ જ ચૅનલ પર આવી જાય છે.

કબાટમાં
એની ઇસ્ત્રી કરેલી
એક જ જોડ સાદાં કપડાં છે,
જે એ દર રવિવારે
ફરી ઇસ્ત્રી કરે છે —
કદાચ આ રવિવારે આવી જાય.

ફોનની ઘંટડી વાગે
ત્યારે એ ઉપાડતાં પહેલાં
એક ક્ષણ
શ્વાસ રોકી રાખે છે.

લોકો કહે છે:
‘દેશની રક્ષા એ કરે છે.’

કોઈ નથી કહેતું
કે એની રક્ષા
આ રોકાયેલો એક શ્વાસ
રોજ કરે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપણ આપજેઆગલો લેખ →રણનું ગીત