← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એરપોર્ટ પરની પ્રતિમા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વિદેશના એરપોર્ટ પર
એક ઊંચી પ્રતિમા છે —
હાથમાં મશાલ, આંખ ક્ષિતિજ પર.

નીચે લાંબી કતાર:
પાસપોર્ટ, વિઝા, આંગળીઓની છાપ,
‘કેટલા દિવસ? કેમ આવ્યા? શું લાવ્યા?’

મારી બેગમાં
માએ બાંધેલું અથાણું હતું,
ગામની નદીની એક કાંકરી,
ને બાપુજીનો આશીર્વાદ —
જે કોઈ સ્કૅનરમાં દેખાતો નહોતો.

અધિકારીએ અથાણું ફેંકી દીધું.
કાંકરી જોઈ હસ્યો.
આશીર્વાદ
ચૂપચાપ મારી સાથે સરહદ ઓળંગી ગયો.

પ્રતિમાની મશાલ
આખી રાત બળે છે.
મારા ઓરડામાં
માએ મોકલેલો એક દીવો —
જેને કોઈ પરવાનગી
જોઈતી નથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમૂર્તિ ક્યાં?આગલો લેખ →વિજોગણ