એકલો
ભીંત સામે આ દડીને હું ઉછાળું એકલો,
ને પછી એના જ પડઘા સાથ ગાળું એકલો.
ઘર ભરેલું માણસોથી, તોય તાળી ક્યાં પડે?
હું જ મારા હાથમાં બે હાથ ભાળું એકલો.
સાંજ પડતાં સૌ પતંગો આભમાંથી ઊતરે,
હું હજી તૂટેલ દોરાને ય વાળું એકલો.
કોઈ પૂછે કેમ છો? તો હું હસીને ‘ઠીક છું’,
ને પછી અંધારમાં આ રાત બાળું એકલો.
આ પરાગે ફૂલ સૂંઘ્યું, ત્યાં થયું સમજાઈ કે,
ગંધ સૌને જાય મળતી, હું નિહાળું એકલો.
– પરાગ રતનપરા
#ગઝલ #એકલતા #બાળપણ #ખાલીપો #ઇચ્છા #પરાગરતનપરા
#GujaratiGhazal #Loneliness #ChildhoodGames #Emptiness #Longing #ParagRatanpara