એકલો
સૌથી દૂર
હું એકલો ફરવા નીકળ્યો.
ન ફોન, ન નકશો, ન કોઈ ઓળખીતું.
પહાડ ચડ્યો,
નદી ઓળંગી,
રણ વટાવ્યું.
ટોચ પર પહોંચીને
મેં મોટેથી બૂમ પાડી:
‘કોઈ છે?’
પડઘો આવ્યો —
મારો જ અવાજ,
થોડો થાકેલો,
થોડો ગભરાયેલો.
ત્યારે સમજાયું,
હું એકલો ફરવા નહોતો આવ્યો.
હું તો
મારી સાથે પહેલી વાર
મળવા આવ્યો હતો,
ને સામે મળેલો માણસ
મને ઓળખતો નહોતો.
– પરાગ રતનપરા