← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એકલો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આભે તારા લાખ, ને તોયે ચાંદો એકલો,
ફૂલ ભરેલા વનમાં, હું યે સાવ એકલો.

ડાળે ડાળે ફૂલ ખીલ્યાં, ને ભમરા ગાતા ગીત,
ઝરણાં ઝરણાં વાતો કરે, ને પંખી પંખી પ્રીત;
કોઈ ન પૂછે મારું નામ, હું ઠૂંઠું ઝાડ એકલો…
આભે તારા…

ઘરમાં સૌ ફોનમાં ડૂબ્યાં, ના કોઈ સાથે બોલ,
દીવાલ પર ઘડિયાળ ટકટક, જાણે વાગે ઢોલ;
થાળી પીરસી રાખી ઠંડી, ને જમું હું એકલો…
આભે તારા…

પરાગ કહે: એકલતા તો છે ભીતરનું ઘર,
દ્વાર ઉઘાડો, તો મળે ત્યાં સૌથી પાસે ઈશ્વર;
એકલો હું આવ્યો’તો, ને જાવું પણ છે એકલો…
આભે તારા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમારામાંઆગલો લેખ →ફરી