← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એક શબ્દની કવિતા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાતે સપનામાં
એક કવિતા આવી —
પૂરેપૂરી,
લય, પ્રાસ ને અંત સાથે.

મેં સપનામાં જ
એને વાંચી,
ને રડી પડ્યો.

સવારે
યાદ રહ્યો
ફક્ત એક શબ્દ:
‘બા’.

આખો દિવસ
હું એ કવિતા શોધતો રહ્યો —
કાગળમાં, કલમમાં,
જૂની ડાયરીઓમાં.

સાંજે
દીવો કરતાં
સમજાયું —

કવિતા
એ એક શબ્દમાં
પૂરી હતી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખબોલ તોળીને બોલઆગલો લેખ →જીવી ગયાં