← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એક જ કપ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પચાસ વર્ષથી
એ બંને સવારે સાથે ચા પીએ છે.

એ ખાંડ ઓછી નાખે છે,
કારણ, ડૉક્ટરે એને ના કહી છે.
એ કંઈ બોલતા નથી,
ફક્ત પોતાનો કપ
થોડો એની તરફ ખસેડે છે.

છાપું વાંચતાં
એ ચશ્માં શોધે છે,
એ ઊભી થઈ
એના જ માથા પરથી ઉતારી આપે છે.

પૌત્રીએ પૂછ્યું:
‘તમે એકબીજાને “આઇ લવ યૂ” કહો છો?’

બંને હસ્યાં.
એક જ કપમાં
બે ચમચી
ખખડી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસુખ હતુંઆગલો લેખ →એટલું દેજે