એ ઊડી
એ
રસોડાની બારીમાંથી
રોજ આકાશ જોતી.
સાસુ કહેતાં: ‘દાળ ઊભરાશે.’
પતિ કહેતો: ‘ચા ઠંડી થાય છે.’
બાળકો કહેતાં: ‘મમ્મી, ટિફિન!’
એક દિવસ
એણે ચૂલો બંધ કર્યો,
બારી પૂરી ખોલી,
ને પચાસ વર્ષે
પહેલી વાર
પોતાને માટે
ચિત્ર દોર્યું —
એક પંખી.
ઘરના લોકો હસ્યા.
પણ એ રાતે
આખા ઘરમાં
પહેલી વાર
કોઈએ જાતે ચા બનાવી.
– પરાગ રતનપરા