ઉજાગરો
રાતે મારી પાંપણ ઉપર ઉજાગરાનો મેળો,
ઊંઘ રૂઠીને ચાલી ગઈ, ને સપનાં ભૂલ્યાં ડેલો.
ઘડિયાળના કાંટા ગણું, ને ગણું છતના તારા,
કૂકડો બોલે ત્યાં લગી ઝૂરું, પાસાં ફેરવું સારાં;
ચાંદો પણ મને જોઈ હસે: ‘આ તો સાવ જ ઘેલો!’
રાતે મારી…
એની યાદનું ટોળું આવ્યું, ઢોલ-નગારાં લઈને,
ઊંઘની નાનકડી ઝૂંપડી ઊડી ગઈ રે વહીને;
સવાર પડતાં સુધી ચાલ્યો યાદોનો આ રેલો…
રાતે મારી…
પરાગ કહે: આ ઉજાગરો નથી રે ખાલી થાક,
પ્રેમ જાગે ત્યારે જાગે આંખો, એ જ સાચી શાખ;
એક દિ’ એ પણ જાગી કહેશે: ‘સાંભળ મારો હેલો!’
રાતે મારી…
– પરાગ રતનપરા