← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એ નથી ત્યારે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દીકરી સાસરે ગઈ
એ પછી ઘરના અરીસા
થોડા ઝાંખા થઈ ગયા છે.

હવે કોઈ એની સામે
કલાક સુધી ઊભું રહીને
ચાંદલો સીધો નથી કરતું,
કોઈ ઓઢણી ફેરવી ફેરવીને
‘કેવી લાગું?’ નથી પૂછતું.

અરીસો હવે
ફક્ત મારી દાઢી
ને એની માના સફેદ વાળ
જોયા કરે છે.

ગઈ કાલે
એની માએ
અરીસા પર ચોંટેલો
એક નાનો લાલ ચાંદલો જોયો,
ને આખી બપોર
એ ઉખાડ્યો નહીં.

ઘરમાં
હજી એક સૂરજ
ચોંટેલો છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઘર કોને કહેવું?આગલો લેખ →તું હજી