દુઃખનું જોર
ભાઈ રે, દુઃખનું કેટલું જોર?
એક ટહુકે ઓગળી જાયે, જેમ પરોઢે મોર.
રાત અંધારી લાગે મોટી, તારા લાગે ઝાંખા,
પણ એક કૂકડો બોલે ત્યાં તો ખૂલી જાયે આંખા;
દુઃખ તો છે ઝાકળનું ટીપું, સૂરજ સામે થોર…
ભાઈ રે…
પહાડ જેવું દુઃખ દેખાય, પણ પગ મૂકો તો ઢાળ,
ડરી ડરીને બેસી રહો તો લાગે એ વિકરાળ;
હિંમત રાખી ચાલો તો એ થઈ જાયે કમજોર…
ભાઈ રે…
પરાગ કહે: મેં દુઃખને પૂછ્યું, ‘ક્યાં લગ રહેશો સાથ?’
દુઃખ હસીને બોલ્યું: ‘જ્યાં લગ ના છોડો મારો હાથ’;
હળવે રહીને હાથ છોડ્યો, ને મન થયું કલશોર…
ભાઈ રે…
– પરાગ રતનપરા