← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડ્રાફ્ટમાં પડેલો સંદેશ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોજ રાતે
હું તારું નામ ખોલું છું,
‘કેમ છે?’ લખું છું,
અને ભૂંસી નાખું છું.

ફોનના કોઈ ખૂણે
એક ડ્રાફ્ટ ફોલ્ડર હશે,
જેમાં
વર્ષોથી ભેગા થયેલા
આવા હજારો ‘કેમ છે?’
એકબીજાને પૂછતા હશે —
‘તું પણ ન ગયો?’

ક્યારેક વિચારું છું,
આ ફોન વેચી દઈશ ત્યારે
કોઈ અજાણ્યો માણસ
ભૂલથી એક બટન દબાવશે,
અને તારા સુધી
એકસાથે પહોંચશે
મારાં પંદર વર્ષ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસાઇકલની ઘંટડીઆગલો લેખ →નિરાંતે