ડોસો-ડોસી
ડોસી પૂછે: ‘ચશ્માં ક્યાં છે?’ ડોસો કહે: ‘તારે માથે!’
પચાસ વરસથી ઝઘડે બંને, તોય બેઠાં એક જ ખાટે.
ડોસાને છે મધુપ્રમેહ, ને ડોસી સંતાડે શીરો,
રાતે ચોરપગલે ડોસો આવે, જાણે ફિલ્મી હીરો;
ડોસી ઊઠી લાકડી લે, ને બેઉ હસે એક સાથે…
પચાસ વરસથી ઝઘડે બંને…
ડોસી ભૂલે દીકરાનું નામ, ડોસો ભૂલે દવાઓ,
બંનેને યાદ છે તો બસ, પહેલી મુલાકાતની હવાઓ;
ડોસો ગાય જૂનું ગીત, ને ડોસી તાળી ઠોકે તાલે…
પચાસ વરસથી ઝઘડે બંને…
પરાગ કહે: પ્રેમ જુવાનીનો તો ફટાકડો કહેવાય,
ઘડપણનો પ્રેમ તો દીવો, જે ધીમે ધીમે બળતો જાય;
દાંત ભલે ને પડી ગયા, પણ મીઠાશ રહી વાતે…
પચાસ વરસથી ઝઘડે બંને…
– પરાગ રતનપરા