← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડૂબેલું સરનામું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ડેમના પાણી તળે ડૂબી ગયું આખું ય ગામ,
પત્ર લઈ ઊભો ટપાલી, ક્યાં હવે એ ઠામ-નામ?
એટલે મેં પત્ર એ મૂક્યો નદીના વ્હેણમાં,
ને અષાઢે મેઘ લાવ્યા ગામની ભીની સલામ.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખગામ આખું ઝળહળેઆગલો લેખ →સમાચાર છે