ગામ આખું ઝળહળે
ચોકમાં દીવા બળે ને ગામ આખું ઝળહળે,
માવડીના તાલ સાથે ધામ આખું ઝળહળે.
ઢોલના ધબકાર સાથે ધડકનો પણ ગાય છે,
એક તાળી જ્યાં પડે ત્યાં ઠામ આખું ઝળહળે.
દિવસભર જે વાસણો માંજે પરાયા ઘર તણાં,
રાત પડતાં એ જ હાથે કામ આખું ઝળહળે.
ભૂખ ભૂલી, દુઃખ ભૂલી, ને ઉધારી પણ બધી,
માત, તારા નામથી આરામ આખું ઝળહળે.
ચોકમાં મૂક્યો પરાગે એક દીવો શબ્દનો,
જોઈએ, ક્યારે ગઝલનું નામ આખું ઝળહળે.
– પરાગ રતનપરા
#ગઝલ #ગરબો #નવરાત્રી #માતાજી #શ્રમિકનારી #પરાગરતનપરા
#GujaratiGhazal #Navratri #Garba #DivineMother #DignityOfLabour #ParagRatanpara