← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડૂબેલું ગામ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અમારુંય એક ગામ હતું —
નદી કાંઠે,
જ્યાં ફળિયામાં જાંબુડો
ને ઓસરીમાં દાદીમાની માળા.

પછી બંધ બંધાયો.
સરકારી કાગળ આવ્યો,
વળતરનો ચેક આવ્યો,
ને આખું ગામ
પાણીમાં ઊતરી ગયું
જેમ કોઈ ઘરડું
ધીમે ધીમે નદીમાં સ્નાન કરવા ઊતરે.

હવે ઉનાળામાં
પાણી ઓસરે ત્યારે
મંદિરનું શિખર ડોકું કાઢે છે.

બાપુ ત્યારે
ડેમની પાળે જઈ
એકલા ઊભા રહે છે
ને બોલ્યા વગર
પોતાના ઘરનું
સરનામું વાંચે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખલોકલઆગલો લેખ →પ્રથમ વાર