← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ડિલીટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નવો ફોન, જૂની ઉધારી ડિલીટ,
કરી ‘બ્લોક’, ને મિત્ર-યારી ડિલીટ.

ગયા સાત ફેરા, ગયા સાત ભવ,
થયું એક ‘ક્લિક’, ને પથારી ડિલીટ.

દયા, લાજ, ને લાગણી, સાચ પણ,
કરી ‘સિસ્ટમે’ એકધારી ડિલીટ.

હસે ફ્રેમમાં બાપુ ભીંતે હજી,
કરું કેમ એ યાદ ભારી ડિલીટ?

પરાગે લખી શાયરી, ને પછી
ન ‘લાઈક’, ગઝલ એ જ સારી ડિલીટ!

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #મોબાઇલ #ડિજિટલયુગ #સંબંધ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #DigitalAge #SocialMedia #DisposableRelations #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખઘર ઘરમાં કાનોઆગલો લેખ →ચાલવું