← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાલવું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભીડ જ્યાં જાતી, ન ત્યાં, પણ સાવ સામે ચાલવું,
કોઈ રસ્તો ના મળે તો મન-મુકામે ચાલવું.

પગ તળે કાંટા, શિરે તડકો, ઘરે ચૂલો ઠરે,
તોય બાપે બાળકોનાં ભાગ્ય-નામે ચાલવું.

માર્ગ ના દેખાય ત્યારે, દીવડો લઈ હાથમાં,
ને પ્રથમ પગલે જ પોતાના જ ગામે ચાલવું.

ઝેર પી, ઝાંઝર ધરી, મીરાં કહે છે: ‘એમ તો
મ્હેલ છોડી, રાજ છોડી, શ્યામ-ધામે ચાલવું.’

બાગ છોડી, વાયરે ભળતો ગયો છે આ પરાગ,
મ્હેકનું તો કામ બસ, દુનિયા તમામે ચાલવું.

– પરાગ રતનપરા

#ગઝલ #ચાલવું #જીવનમાર્ગ #પિતા #મીરાં #પરાગરતનપરા
#GujaratiGhazal #WalkYourPath #Courage #FathersSacrifice #Meera #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખડિલીટઆગલો લેખ →એક સાંજ ઉધાર