ડિલીટ
રોજ રાતે
હું તને એક મેસેજ લખું છું.
‘કેમ છે?’
— ડિલીટ.
‘યાદ આવે છે.’
— ડિલીટ.
‘મારી ભૂલ હતી.’
— આંગળી અટકે છે,
પછી
ડિલીટ.
સ્ક્રીનના ઉપરના ખૂણે
તારા નામ નીચે
‘ટાઇપિંગ…’
થોડી વાર
દેખાય છે,
ને પછી
ગાયબ થઈ જાય છે.
આપણે બંને
રોજ રાતે
એકબીજાને
આટલું બધું કહીએ છીએ —
ને સવારે
ફોનમાં
કશું જ નથી હોતું.
– પરાગ રતનપરા