ધુમ્મસ
આજે સવારે
ધુમ્મસ ઊતર્યું.
ઝૂંપડપટ્ટી દેખાતી નહોતી,
ને સામેના કાચના ટાવર પણ નહીં.
નહોતો દેખાતો
ચોકમાં ઊભો નેતાનો પૂતળો,
કે પૂતળા નીચે સૂતો ભિખારી.
એક કલાક માટે
આખું નગર
એકસરખું ધૂંધળું હતું —
ન કોઈ ઊંચું, ન કોઈ નીચું.
પછી સૂરજ નીકળ્યો.
ઝૂંપડી ઝૂંપડી થઈ ગઈ,
ટાવર ટાવર થઈ ગયો.
મને થયું,
અજવાળાને પણ
ક્યારેક
થોડી શરમ આવવી જોઈએ.
– પરાગ રતનપરા