← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ધુમ્મસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શિયાળાની સવારે
ધુમ્મસ
આખું ગામ ભૂંસી નાખે છે —
મંદિરનું શિખર,
પાણીની ટાંકી,
સરપંચનું પાટિયું,
ને પેલા છેડાનું
અમારું ભાડાનું ઘર.

એ ઘડીએ
સૌ સરખા દેખાય છે.

પછી સૂરજ ઊગે,
ને એક એક કરીને
બધું પાછું આવે —
શિખર, ટાંકી, પાટિયું,
ને ભેદ પણ.

મને ધુમ્મસ ગમે છે;
એ થોડી વાર માટે
ગામને
ઈશ્વર જેવી આંખ આપે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઆવ નેઆગલો લેખ →પતંગિયું