← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ધૂળેટી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કેસૂડે કેસૂડે ફાગણ ફોર્યો, ગામમાં ઊડ્યો રંગ,
ભાભીએ ભરી પિચકારી ને દિયર થયો દંગ!

ચોરે ઢોલી ઢોલ વગાડે, ઘેરૈયા ગાય ફટાણાં,
વહુવારુના ઘૂંઘટ પાછળ મલકે છાનાં ગાણાં;
દાદીમાએ ગુલાલ છાંટ્યો, થઈ ગ્યાં લાલ સૌ અંગ…
કેસૂડે કેસૂડે ફાગણ…

લીલો, પીળો, રાતો, ભૂરો, કોણ હવે ઓળખાય?
હિન્દુ, મુસલમાન, ગરીબ-તવંગર, એક જ રંગે ન્હાય;
ગામ આખું એક થાળીમાં, જાણે એક જ સંગ…
કેસૂડે કેસૂડે ફાગણ…

પરાગ કહે: આ રંગ તો સાંજે પાણી સાથે જાશે,
પણ જે હૈયે ચડ્યો, એ રંગ આખું વરસ ગવાશે;
વેર ભૂલીને ભેટો, ભાઈ, એ જ ખરો ઉમંગ…
કેસૂડે કેસૂડે ફાગણ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઈંટ પરઆગલો લેખ →ફાગણ