← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઈંટ પર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રોજ એનું થઈ ગયું છે સાંજ-ટાણું ઈંટ પર,
ધૂળમાં બાળક રમે ને એક ભાણું ઈંટ પર.

માળ ઊંચા એ ચણે, પણ ના મળે ઘર એક પણ,
શેઠનું તો ઊગતું ઝાઝું ય નાણું ઈંટ પર.

પાલખેથી એ લપસ્યો, ને ન થઈ ચર્ચા કશે,
એક ટીપું લાલ લખતું મૂક ગાણું ઈંટ પર.

તાજ જોવા જાય દુનિયા, કોણ પૂછે હાથને?
એ કપાયા હાથનું છે ક્યાંક થાણું ઈંટ પર.

આ પરાગે પણ ગઝલની ઈંટ મૂકી પાયમાં,
કે મજૂરોનું ય ઊગે એક વાણું ઈંટ પર.

– પરાગ રતનપરા

#ગઝલ #મજૂર #શ્રમ #બાંધકામ #અન્યાય #પરાગરતનપરા
#GujaratiGhazal #Labourers #DignityOfLabour #ConstructionWorkers #SocialJustice #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખહવે બોલોઆગલો લેખ →ધૂળેટી