← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ધોધ થઈ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંસુએ પાંપણ તણી એ પાળ તોડી ધોધ થઈ,
ને નદી સાગર ભણી બેફામ દોડી ધોધ થઈ.

બાપ ગ્યા ત્યારે ન રોયો, ધીર રાખી'તી ઘણી,
જોઈ ખુરશી એમની, હું લાજ છોડી ધોધ થઈ.

ભાઈઓ રૂઠ્યા હતા વરસો સુધી, ને આખરે
એક દી બાની છબીએ હાથ જોડી ધોધ થઈ.

રાહ જોતી'તી ધરા આખો ઉનાળો ધગધગી,
વાદળી આવી ખરી, પણ સ્હેજ મોડી ધોધ થઈ.

ફૂલમાં બંધાઈ બેઠી'તી પરાગે જે સુગંધ,
વાયરો આવ્યો અને એ બંધ ફોડી ધોધ થઈ.

– પરાગ રતનપરા

#ગઝલ #ધોધ #આંસુ #પિતા #વરસાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Waterfall #Tears #MissingFather #Monsoon #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખહજીઆગલો લેખ →સાંભળશો?