← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હજી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જાત ખોયા બાદ પણ જો શ્વાસ ચાલે છે હજી,
કોઈ દીવો આંખ મીંચીને ય ભાળે છે હજી;
ઓરડી ખાલી ભલે, અંધાર પણ ઘેરો ભલે,
એક તણખો રાખમાં જે સ્વપ્ન પાળે છે હજી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઝંખનાઆગલો લેખ →ધોધ થઈ