← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાંભળશો?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એંસી વર્ષના
નાનુકાકા
દર બુધવારે
બૅન્કના કસ્ટમર કેરમાં
ફોન કરે છે.

‘તમારી ફરિયાદ શું છે, સર?’

‘કંઈ નહીં બેટા,
પાસબુક બરાબર છે,
વ્યાજ બરાબર છે.
બસ…
તમારું નામ શું?
જમ્યાં?
તમારે ત્યાં વરસાદ છે?’

સામેથી
નિયમ મુજબ
ત્રણ મિનિટમાં
વાત પૂરી કરવાની હોય છે.

પણ એક છોકરી
દર બુધવારે
ચોથી મિનિટ સુધી
સાંભળે છે.

એ ચોથી મિનિટ
કોઈ નિયમમાં નથી.
એ જ
માણસાઈનો
છેલ્લો ટાપુ છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખધોધ થઈઆગલો લેખ →વીજળી