← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ધીરે આવજે, કાના

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ધીરે ધીરે આવજે, કાના, ઝાંઝર મારું જાગે,
સાસુ જાગે, નણંદ જાગે, આખું ગોકુળ જાગે.

મટકી માથે મૂકી નીકળી, વાંસળી વાગી દૂર,
પગ તો મારા થંભી ગયા, પણ દોડ્યું હૈયું પૂર;
લોક કહે છે: ‘રાધા ઘેલી’, મેણું મીઠું લાગે…
ધીરે ધીરે આવજે, કાના…

કદંબ ડાળે ઝૂલે તું, ને જમના જળમાં હું,
છાયા તારી જળમાં ઝીલું, પકડું તો ક્યાં તું?
ઝળહળ જળમાં તું દેખાતો, હાથ અડે ત્યાં ભાગે…
ધીરે ધીરે આવજે, કાના…

પરાગ કહે: આ પ્રેમ અનોખો, દૂર રહે તો પાસે,
મથુરા જઈને કાનો વસ્યો રાધાના શ્વાસે શ્વાસે;
ઝાંઝર ચૂપ ને વાંસળી ચૂપ, તોય આખી રાત એ વાગે…
ધીરે ધીરે આવજે, કાના…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખછેલ્લો દિવસઆગલો લેખ →ઠોઠ નિશાળિયું