છેલ્લો દિવસ
નિવૃત્તિના છેલ્લા દિવસે
માસ્તરે
કાળા પાટિયા પર લખ્યું:
‘આવજો.’
પછી ડસ્ટર હાથમાં લીધું,
ભૂંસવા ગયા —
ને અટકી ગયા.
ચાળીસ વરસ
એમણે બધું ભૂંસ્યું હતું:
ભૂલો, દાખલા, નકશા,
અક્ષરો, ગુસ્સો…
આ એક શબ્દ
એમનાથી ન ભૂંસાયો.
બીજે દિવસે
નવા સાહેબે
એ ભૂંસી નાખ્યો,
ને ત્યાં લખ્યું:
‘પાઠ ૧.’
– પરાગ રતનપરા