ઢીંગલી
ઓરડે ખૂણે પડી છે એક નાની ઢીંગલી,
દીકરી જ્યાં લગ હતી, ત્યાં રોજ રાણી ઢીંગલી.
ચોટલા ગૂંથ્યા હતા ને આંખમાં કાજળ હતું,
ચૂંદડી ઓઢી, બની’તી સાવ શાણી ઢીંગલી.
બાપ ઑફિસથી ફરીને બોલતો: ‘ક્યાં ગઈ? જરા’,
બારણે સંતાઈ જાતી, ખૂબ છાની ઢીંગલી.
મા ઉઘાડે છે કબાટો, ફ્રોક જૂનાં સાંપડે,
મા રડી, ચાંપી હૃદયસરસી પુરાણી ઢીંગલી.
ઘર હજી એની સુવાસે મ્હેકતું, બોલે ‘પરાગ’,
રોજ બોલે છે સવારે એ જ વાણી ઢીંગલી.
– પરાગ રતનપરા
#ગઝલ #દીકરી #વિદાય #બાળપણ #મમતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Daughter #Farewell #ChildhoodDoll #ParentsLove #ParagRatanpara