← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ધીમે ધીમે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ધીમે ધીમે ચાલ્યાં, સાજન, તોય પહોંચ્યાં આઘે,
ઝાંખી આંખે હજી ય તારું મુખ પૂનમ શું લાગે.

પહેલું પગલું ઊંબર ઉપર, કંકુ ને ચોખાનું,
પછી તો ઘરમાં ઊગ્યું બાળક, ઝૂલણ ને ગાણાનું;
દીકરા ગયા દેશાવર, તોયે આંગણ આપણું જાગે…
ધીમે ધીમે…

તારી લાકડી હું થઈ, ને તું મારાં ચશ્માં થ્યો,
ભૂલું દવા તો તું સંભારે, એમ જ જીવતર ગ્યો;
ઝાંખી બત્તી, ઝીણો દીવો, અજવાળું બેઉ ભાગે…
ધીમે ધીમે…

પરાગ કહે: આ લાંબી વાટે ક્યાં હતી ઉતાવળ?
ધીમે ચાલ્યાં એથી જોયાં કેટલાં ફૂલ ને ઝાકળ;
છેલ્લો વિસામો આવે ત્યારે હાથ ન છૂટે આગે…
ધીમે ધીમે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમુઠ્ઠીઆગલો લેખ →હજી બાકી