← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ધરતી માડી બોલે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ધરતી માડી બોલે: ‘દીકરા, મારી કૂખ ન બાળ,
લીલુડી ચૂંદડી પહેરાવી, મારી રાખજે ભાળ.’

જંગલ કાપ્યાં, નદીઓ રોકી, ડુંગર ખોદ્યા ધાર્યા,
મારા ખોળે ઝેર ઠાલવ્યાં, તોય ના તમે વાર્યા;
હું તો મા છું, માફ કરું, પણ ધીરજની પણ પાળ…
ધરતી માડી…

ચકલી ગઈ ને પતંગિયાં ગ્યાં, ગ્યા કોયલના સૂર,
ઋતુઓ પણ રિસાઈ બેઠી, ઉનાળો ભરપૂર;
વરસાદ પણ આવે ત્યારે, લાવે પૂરનો કાળ…
ધરતી માડી…

પરાગ કહે: મા માગે છે બસ એક લીલું પાન,
એક એક જણ એક વૃક્ષ વાવે, તો રહે માનું માન;
ફૂલ ખીલશે, ફોરમ ઊડશે, ઝૂલશે ડાળે ડાળ…
ધરતી માડી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખદરિયા રે દરિયાઆગલો લેખ →હૈયાની વાત