← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઢળતાં નથી શીખ્યા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઢળે છે સાંજ ધીમેથી, અમે ઢળતાં નથી શીખ્યા,
બળે છે દીવડો મૂંગો, અમે બળતાં નથી શીખ્યા.

ઘટા ગાજે, ઘટા વરસે, પછી આકાશ ખૂલે છે,
અમે ગાજ્યા કરીએ બસ, કદી ટળતાં નથી શીખ્યા.

ધરાએ બીજ ઝીલ્યાં ને ભરી દીધી બધી ઝોળી,
અમે તો સ્વપ્ન વાવ્યાં બસ, અમે ફળતાં નથી શીખ્યા.

નમે છે ડાળ ફળ આવ્યે, નમે ઊંબી ભરેલી પણ,
ભરેલા છે અમે તોયે, અમે વળતાં નથી શીખ્યા.

ખરીને ફૂલ પણ ખુશ્બૂ હવામાં જાય છે ભળતી,
પરાગે એટલું જાણ્યું, અમે ભળતાં નથી શીખ્યા.

– પરાગ રતનપરા

#ગઝલ #સાંજ #નમ્રતા #અહંકાર #સમર્પણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Sunset #Humility #Ego #LettingGo #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખખીંટીઆગલો લેખ →માધવ ક્યાં?