ઢાલ
તમે પથ્થર ફેંકો છો?
ફેંકો.
હું
ના તો ઢાલ ધરીશ,
ના સામો પથ્થર ઉપાડીશ.
હું
એક એક પથ્થર
વીણી લઈશ,
ધોઈશ,
ગોઠવીશ.
ને એક દિવસ
એમાંથી
નાનકડું ઘર બાંધીશ —
ઓટલો મોટો રાખીશ.
ક્યારેક
તમારા પર પણ
કોઈ પથ્થર ફેંકે,
તો આવી જજો.
– પરાગ રતનપરા
તમે પથ્થર ફેંકો છો?
ફેંકો.
હું
ના તો ઢાલ ધરીશ,
ના સામો પથ્થર ઉપાડીશ.
હું
એક એક પથ્થર
વીણી લઈશ,
ધોઈશ,
ગોઠવીશ.
ને એક દિવસ
એમાંથી
નાનકડું ઘર બાંધીશ —
ઓટલો મોટો રાખીશ.
ક્યારેક
તમારા પર પણ
કોઈ પથ્થર ફેંકે,
તો આવી જજો.
– પરાગ રતનપરા